શબ્દ રહેમત ,કલમ થી લખાય છે.
શબ્દનું સ્વરૂપ વાણીમાં સહાય છે;
વહી રહ્યો છે , વ્હાલ સોયો હ્દયે,
દિલને ખરેખરી , ખુબ સહાય છે;
ઉગ્યા સ્વપ્નો, હકીકત બની અહી
મસ્ત સુંદરતા ભર્યું વહાણુ વ્હાય છે,
પરમ ચૈતન્ય તેજોમય, સ્વરૂપ પ્રકૃતિ,
અંતર્મન આનંદ પ્રેમ સ્વરૂપે ન્હાય છે.
અકથ્ય સંવેદના, વ્યક્ત થાય સહજ ,
ચિત્ત માં ચૈતન્યતા , શૂન્ય સોહાય છે.
-મોહનભાઈ આનંદ