ચલી. રેલ ગાડી, સરર રે સરરરે ;
મુસાફરી મન ની , ખરરરે ખરરરે
ગુંજે મન તૃષ્ણા માં ટરર રે ટરરરે
ઉડાન ભરી સંકલ્પે, ફરરરે ફરરરે;
પછી પામતુ સુખદુઃખ જગ માહી,
ને પસ્તાવુ દિલથી ,અરર રે અરરરે ;
લૂંટાવી જગતમાં, પામ્યા કશું ના,
છૂટી જાય ગાડી ડગર રે ડગર રે;
હું આનંદ ભૂલ્યો સ્વરૂપ છે જ મારૂં
જનમ મરણ ચક્કર ,ચકર રે ચકર રે ;
-મોહનભાઈ આનંદ