સાચું રે બોલોને મારા શ્યામ રે કાનુડા,
મોરલી રે વાળા મારા કાનજી...
જુઠડાં ના બોલો મારા શ્યામ રે કાનુડા,
મોરલી રે વાળા મારા કાનજી.
★
કઇં રે રાણી એ તમને ભોળવીયાને રે,
વળી કઇં રે મળીતીં કામણગારી રે,
મોરલી રે વાળા મારા કાનજી...
સાચું રે બોલોને મારા શ્યામ રે
★
રાણી રે રાધાજીએ અમને ભોળવીયા ને રે,
ઓલી કુબજા મળીતી કામણગારી રે,
મોરલી રે વાળા મારા કાનજી...
સાચું રે બોલોને મારા શ્યામ રે
★
તમારે કારણીયે મેં તો ઘરબાર મેલ્યા ને,
વળી છોડ્યો આ સઘળો સંસાર રે,
મોરલી રે વાળા મારા કાનજી...
સાચું રે બોલોને મારા શ્યામ રે
★
તમારા વિનાં મારો આતમ તલખેં રે,
આવી તલખે મારી સુંદર કાયા રે,
મોરલી રે વાળા મારા કાનજી...
સાચું રે બોલોને મારા શ્યામ રે
★પ
મીરાંબાઇ ગાવે વાલા ગીરીધરનાં ગુણ,
એવા વર તો શામળીયાને વરીયે રે,
મોરલી રે વાળા મારા કાનજી...
સાચું રે બોલોને મારા શ્યામ રે
🙏🙏🙏🙏🙏🙏