ફૂલોને ફોરમ ,પ્રસરાવા નો હક છે,
ઝાકળની દોસ્તી, કરવાનો હક છે;
સુધરવા મોકો , મળ્યો છે જિંદગી,
સત્ય આચરણ , કરવાનો હક છે;
ફરજ બજાવતા રહો, સર્વદા તમો,
હસીને સુખ, ભોગવવાનો હક છે;
સુખદુઃખ મનમાં, રહે છે સ્વભાવિક,
ઈન્દ્રિયોને બહિર્મુખ, થવાનો હક છે;
નાહક ચિંતા નહીં, ચિંતન આત્માનું
ત્યાગી ને આનંદ, મેળવવાનો હક છે.
-મોહનભાઈ આનંદ