મા બાપની વેદના તમે સાંભળો રે રામ
મોટી અાશાને મોટા સપના રે રામ
મોટા છે કાઈ મા બાપના અરમાન જો
માતા છે મમતા કેરી મુકતી રે રામ
બાપા છે કાઈ વડલા કેરી છાય જો
મા અે માની છે તારી માનતા રે રામ
પાણા અેટલા કરીયા અેણે દેવ જો
તયારે દિઠુ છે તારૂ મુખડુ રે રામ
માને હૈયે હરખ નો માય
જીવન અાખુ ધુળમા રોળીયુ રે રામ
વેઠીયા માઅે અસંખ્ય દુઃખ જો
મજુરી કરીને મોટા કરીયા રે રામ
પુરા કરીયા તમારા અરમાન જો
મા તો વારે છે કોકના વા઼છિદા રે રામ
જંગલમા લાકડા કાપે બાપ જો
ભણાવી ગણાવી પર઼ણાવીયા રે રામ
પુરા કરીયા તમારા અરમાન જો
દિકરાની વહુ અાવી ઘરમા રે રામ
માને હૈયે હરખ નો માય જો
ગઢપણ અાવીયા છે હવે ઢુકડા રે રામ
કાને બેરા પણુ અાવીયુ રે રામ
અાખે તો જરાય નો દેખાય જો
દિકરાની વહુઅે બાજી પલટી રે રામ ...
નડે તારા ઘરડા મા ને બાપ જો
મા બાપને ઘરની બહાર કાઢીયા રે રામ
વૃદ્ધાશ્રમમાં મેલવા ને જાય જો
તોયે મા બાપે અાશીષ અાપીયા રે રામ
અભરે ભરાય દિકરા તારૂ ઘર જો
ભકિત કરે છે પુરા ભાવથી રે રામ
હળવા કરે હૈયા કેરા દુઃખ જો
દિકરાના દિકરા મોટા થયા રે રામ
સાંભળે અેને ઘરડા માને બાપ જો
પ્રભુ હિસાબ રાખે પુરતા રે રામ
જેવુ કરો તેવુ પામીયે રે
વારા ફરતી સૌનો વારો અાવશે રે રામ
સંતો કહે સાવ સાચી વાત જો
જેના મા બાપ રાજી અે઼ણે કરી કમાણી જાજી
ગોકુળ મથુરા વનરાવન અેના ઘરમા જ કાશી
હરહર મહાદેવ ૐ નમઃ શિવાય
ગુરૂ કિશોરચંદર મહારાજની જય હો જય હો..