વીધીના લખિયા લેખ લલાટે સાચા થાય... થાય...થાય
શ્રવણ કાવડ લઈને ફરતો
સેવા માત પિતાની કરતો
તીરથે તીરથે ડગલાં ભરતો ચાલ્યો જાય...જાય...જાય
સેવા માત પિતાની કરવા
શ્રવણ ચાલ્યો પાણી ભરવા
ઘડુલો ભરતા મૃગના જેવા શબ્દો થાય...થાય... થાય
(વિધીના)
દશરથ મૃગીયા રમવા આવે
સુણી શબ્દ ને બાણ ચલાવે
બાણે શ્રવણનો જીવ જાય છોડી જાય...જાય...જાય
(વિધિના)
અંધા માત પિતા ટળવળતા
દીધો શ્રાપ જ મરતા મરતા
દશરથ મરશો પુત્ર વિયોગે ઠોકર ખાય...ખાય...ખાય
(વિધિના)
જ્યારે રામજી વન સંચરિયા
દશરથ પુત્ર વિયોગે મરીયા
અમૃત કહે છે દુઃખના દરિયા કયા ઉભરાઈ જાય...જાય...
વિધિના લખિયા લેખ લલાટે સાચા થાય... થાય... થાય