એક હતી નાનપણ ની દિવાળી.
જ્યાં ઈચ્છાઓ નાની અને ખુશીઓ હતી મોટી મોટી.
મહીનોઓ પહેલેથી રોજ તરીખ્યાં માં દિવાળી ની તારીખ જોવાની અને દિવસો ગણી ગણી રાહ જોવાની.
એક હતી નાનપણ ની દિવાળી.
પાપા એ આપેલા પાંચિયા દસિયા ને માટીના ગલ્લા માં ભેગા કરી, રોજ ખખડાવી ને ગણવાની.
દિવાળી આવે અને ગલ્લો ફોડવાની રાહ જોવાની.
એક હતી નાનપણ ની દિવાળી.
બધા ભેગા મળીને રંગોળી ના ઓટલા બનાવે, પાડોશ માં બધા થી મોટી રંગોળી અમારી હોવાની.
વહેલી સવારે શોલ ઓઢી મમી અને બહેન કરતી રંગોળી, મારુ કામ બીજા ની રંગોળી બગાડવાની.
સાંજે બારીએ બારીએ રાખેલા દીવડા, ઠરી ના જાય તેની જવાબદારી મારે રાખવાની.
એક હતી નાનપણ ની દિવાળી.
કાળી ચૌદસ એ મનાય હતી બહાર નીકળવાની, કાલે ફટાકડા લેવા જાસૂ તે મોટી લાલચ વહેલા સુઈ જવાની.
પડી સવાર અને આવી દિવાળી, ચાલો બજાર બસ એક જ જીદ આજે કરવાની.
મોટી બેન અને મોટો ભાઈ રાખે મને ખૂબ લાડ થી, મને વધુ ફટાકડા આપવાની પોતે ઓછા રાખવાની.
ના પૂજા કરવામાં ન તો સરખું જમવામાં, ઘેલછા બસ મને બહાર થી આવતા ફટાકડા ના અવાજ ની.
એક હતી નાનપણ ની દિવાળી.
મમી પાપા બેસે ખુરશી નાખીને આંગણે, બહેન કરે રંગોળી, હું અને ભાઈ ફોડીયે ફટાકડા, શરત એક જ રોકેટ ને છેલ્લે ફોડવાની.
મમી કહે ધ્યાન રાખો, પાપા કહે ડરવાનું નહીં, આમ નાના બૉમ્બ ફોડી મોટી ખશિયો મેળવી લેવાની.
એક હતી નાનપણ ની દિવાળી.
- Ssandeep B Teraiya