કોઈ કહે કૃષ્ણ તને, કોઈ કહે રામ,
કોઈ ઈશુ કહે, કોઈ પયગમ્બર,
કોઈ આતશને પૂજે, કોઈ સૂર્યને,
કોઈ પથ્થર પૂજે, કોઈ માનવી,
કોઈ વસ્તુ પૂજે, કોઈ પ્રકૃતિ,
પણ માણસાઈની પૂજા કોઈને યાદ નથી.
મદદરૂપી પૂજા કોઈને કરવી નથી.
કોઈનાં સહારારૂપી પૂજા કોઈએ કરવી નથી.
પોતાનાં આત્માની પૂજા કરે તો ય બસ છે.