આધુનિક સંસાધનો આવ્યા પછી આપણે રોજ સુપ્રભાત અને શુભ રાત્રિના મેસેજ મોકલીએ છીએ પણ શું આવા મેસેજ મોકલવાથી શું ખરેખર કોઈની સવાર કે રાતને શુભ કરી શકીએ છીએ? રાત ત્યારે શુભ થાય છે જ્યારે દિવસ દરમિયાન આપણે જેની સાથે લડ્યા હોઈએ તેના માટેની તમામ કડવાશને અને અંતઃકરણથી માફ કરી દઈએ. સવાર ત્યારે શુભ બને છે જ્યારે ગઈ કાલની બનેલ દરેક ઘટનાને ભૂલીને ઉઠીએ અને દરેક સવાર એ નવો દિવસ લઈને આવે છે તો આપણે એ જૂની ઘટના ને યાદ રાખી કેમ ઉઠીએ?
નવી સવાર મળી છે તો તેને નવી યાદો, નવા અનુભવો કરવાથી શરુઆત કરીએ!