Gujarati Quote in Poem by Mittal purohit

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" કેદ"


"ખુલ્લાં આસમાન માં ઉંચે ઉંચે ઉડતી એક ચકલી,
બેફિકર જીવનને આનંદ થી એ રોજ ભરતી..

પહાડો, જંગલો, નદીઓ ની તાજી હવાઓ ખૂદતી,
હર એક પળ ને મોજ મસ્તી માં એ તો નિત્ય જીવતી.

એક દિવસ કંઈક સોહામણું દીઠું ગગનથી સોનેરી,
હોય જો એવું ઘર એનું એવી ઈચ્છા મનમાં કરતી.

જઈ બેઠી એ છોડી સર્વ આસમાન ની મસ્તી,
સોનેરી ચમકતી દુનિયા લાગી એને વહાલી.

થોડા દિવસ એ દુનિયા માં- એ ભુલી દુનિયા પોતાની,
મોહ -માયા એ ચમકારા ની એવી એને ભાળી.

વહેતા સમય સાથે હવે એ લાગી જરા અકળાઈ,
પાંખો પાસે હોવા છતાં લાગ્યું ગઈ પાંખ કપાઈ..


ખુશીઓ સાથે નથી સંપર્ક ને મોજ મસ્તી તો રિસાઈ,
'એકાએક થયો અહેસાસ, આ તો પાંજરામાં પુરાઈ'...




મિત્તલ પુરોહિત..

Gujarati Poem by Mittal purohit : 111597096
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now