' મા' બનીને હે પિતા તું આવજે.
પ્રેમ તારો ઉરથકી છલકાવજે.
બાળ તારો એ હશે હરિ ઝંખતો,
સ્નેહ તારો તું મુખેથી લાવજે.
નાથ છો આધાર મુજને એક તું,
ભાવભોળો દાખવીને ફાવજે.
આગમન તારું હશે હરિ ભાવતું,
સાથ રાધા રુકમણી શોભાવજે.
હે પરમ ઈશ્વર કરૂણા કેટલી !
પ્રભુતા આ બાળ પર વરસાવજે.
( ગાલગાગા2 ગાલગા)
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.