Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઓ પંખીડાં ચણવાને આવો, મુજ આંગણ બોલાવે.
ચકલી, પોપટને મેનાને લાવો, મુજ આંગણ બોલાવે.

" ઘૂ ઘૂ" કરતાં આવો પારેવાં, મોરઢેલને પણ ટહૂકાવો,
દેવચકલી પણ ફળીને શોભાવો, મુજ આંગણ બોલાવે.

શેરી રસ્તાઓ પણ આપે આવકારને પ્રભાત પ્રગટાવો,
તવ પગલે સૂરની લાલી પથરાવો, મુજ આંગણ બોલાવે.

ઉષાનું આગમન તમને વધાવે, કરી કલરવ ગીતડાં ગાવો,
પૂર્વે બાલરવિનાં તેજને ફેલાવો, મુજ આંગણ બોલાવે.

-ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111595988
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now