Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સુખનો સાથી છે આ ઓશીકું;
દુખનો સહારો છે આ ઓશીકું;

ભાઈ બંધુની મિઠી તકરાર માં,
હાથમાં આવતું સદા ઓશીકું;

દિવસભર ની થકાવટમાં પણ,
આરામ અપાવતું આ ઓશીકું;

થાય ગરમ મિજાજ ક્યારેક તો,
મુકકાઓ સહન કરતું ઓશીકું;

સનમની પ્યારી યાદમાં "વિએમ"
બાથમાં આવી જતું ઓશીકું;

કોઈ પ્યારા સાથી ના વિરહમાં,
રાતભર ભીંજાતુ આ ઓશીકું;

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111595827
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now