માનવી જ્યારે અનુભવે કે એ જાણીતા રસ્તા પર ખોવાઈ ગયો છે, પોતાનાં લક્ષ્ય તરફ આગળ વધવા માટે કોઈ રસ્તો નથી મળી રહ્યો ત્યારે એણે આંખ બંધ કરીને પોતાનાં ઈષ્ટદેવ અને પોતાની અંતરાત્મા સાથે વાત કરવાની જરૂર છે. ચોક્કસથી એને કોઈક અદ્રશ્ય રસ્તો એવો મળી જ જશે કે જેને ફરીથી પોતાનાં લક્ષ્ય તરફ આગળ વધવામાં મદદ કરશે.