#kavyostav
#Navratri
અમી ભરેલી આ આંખલડી માં
મળ્યા વ્હાલ ભર્યા એ કહેણ
રાખ્યા હ્ર્દય ના એક ખૂણા માં
છતાએ આપ્યો ભરપૂર પ્રેમ
રાશ કેરી રમજટ માં
મળ્યા અમારા કંઇક એવા નેન
વાચી લીધા બધાએ એને
પણ રહ્યા અજાણ અમે બે
ભરપૂર ગરબાની એ ભીડ હતી
આજુબાજુ ગોપીઓ ની પણ ટોડી હતી
થોડાક ગયા આગળ અને મળી ગઈ એ
જેની એમને શોધ હતી
એ રૂપાળી સુંદરી , આંખે કાજલ પગમાં ઝાંઝર
અને કેડે કંદોરા વાળી રાધા જે એમની
એકદમ નજીક હતી.
એકબીજાના સ્નેહ મા એવા તો એ તલ્લીન થયા
કે ભૂલ્યા એ શાન ભાણ આખું
અને ગરબા ના તાલ મા ઝૂમી ઊઠ્યા
- કવિ શાહ✍️🕊️💃🥢