સ્થાન મેળવ્યું તેં હૃદયમાં તોયે ઝંખના કેટલી!
ને પ્રમાણિકતા આશયમાં તોયે ઝંખના કેટલી!
ઉરથી અધિક સુવાળું આસન ના હોઈ શકતું,
સમાઈ અંતરના વલયમાં તોયે ઝંખના કેટલી!
દૂરસુદૂર તોયે સાવ નજદીક ભાસનારી મુજને,
સવાલો ન કર તું પ્રણયમાં તોયે ઝંખના કેટલી!
મતભેદ આપણા મનભેદ સુધી ના પહોંચનારા,
ના તર્ક હો જીવન પ્રમેયમાં તોય ઝંખના કેટલી!
વસંત લાગે મને સદૈવ ગૂંજતી તારી હાજરીમાં,
હાર દેખાતી મને વિજયમાં તોયે ઝંખના કેટલી!
યોગવિયોગ એ તો ખેલ બધા હોય કિસ્મતના,
ના કદીએ વિચરવાનું ભયમાં તોયે ઝંખના કેટલી!
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.