Gujarati Quote in Poem by D S Dipu શબ્દો નો સાથ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કયાં ખબર હતી?

સહજ રીતે પુછાયેલ પ્રશ્ન
કયારેય અસહજ થાય,
ખબર કયાં હતી?
કોરો કાગળ આમ બેબાકળો થાય શબ્દોની રમત માટે,
ખબર કયાં હતી?
એને અક્ષરોનું જ્ઞાન કલમ થકી મળશે,
એ કયાં ખબર હતી?
એજ કલમથી એક ગઝલ તારે નામ થશે,
એ કયાં ખબર હતી?
પાંદડું સુકાઇ ડાળી થી અલગ રહેશે એને ફરી નવી કૂંપણ ફૂટશે,
એ કયાં ખબર હતી?
લાગણીઓ હૈયે હિલોળે ચઢી હશે કહેવા શબ્દો થનગનાટ કરતાં રહેશે,
એ કયાં ખબર હતી?
રાત્રે અંધકાર વચ્ચે ચાંદની ચમકતી હશે ચકોરી નીરખાયા કરશે,
એ કયાં ખબર હતી?
મળેલી મુલાકાત તો એવી કોઈ રાતે વાગોળાતી હશે આંખો રાત જાગતી રહેશ,
એ કયાં ખબર હતી?

-D S Dipu શબ્દો નો સાથ

Gujarati Poem by D S Dipu શબ્દો નો સાથ : 111594103
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now