જીવન બહુ સરસ ચાલતું હતું નહિ! અને અચાનક આવ્યો આપણાં જીવન માં કોરોના નામનો ધમાકો.🤪👻 જીવન બદલાઈ ગયું. મુંબઈ ની લોકલ સેવા રદ છે.એટલે બધી પબ્લિક રોડ થી પોતાનાં કામો પર જવા લાગી છે. રોડ થી કોઈ બસ માં તો કોઈ પોતાની કાર માં તો કોઈ સ્કુટી કે એકટીવા ઉપર કોઈ સાઈકલ ઉપર, અને ઘણાં ચાલતી કા નામ ગાડી!
ટ્રાવેલિંગ ઘણું કઠિન છે, બોલવામાં લાગે બહુ સરળ છે. જે લોકો વિરાર કે નાલાસોપારા કે વસઈ રહેતા હોય એવા લોકો જ્યારે મુંબઈ સાઈડ જવાનું હોય કે જેમ કે બાંદ્રા , દાદર તો ટ્રાવેલિંગ માં લગભગ એક સમય જવાના ૪ કલાક બગડી જાય છે.
મુંબઈ નાં લોકો નું જીવન ટ્રાવેલિંગ માં ખતમ થઈ રહ્યું છે, આ ટ્રાવેલિંગ માં માણસ નાં શરીર અને મગજ ઉપર પણ ઘણી અસરો પડે છે. અમુક લોકો શરીર થી થાકી જાય છે, અને અમુક લોકો મગજ થી થાકી જાય છે. કોઈ ને કોઈનો ઊંચો અવાજ તકલીફ આપે છે, તો કોઈને બધી વાત માં વાંધા વચકા જોવા મળે છે. અમુક લોકો એટલી હદે ચીડ- ચીડા બની જાય છે.
મગજ અને શરીર બને થી સ્વસ્થ રહેવા માટે થોડી કસરત કરવી જોઈએ,યોગા કરવા જોઈએ. પોતાનાં તકલીફો માં એક માણસે ક્યારે બીજા માણસ જોડે ખરાબ વર્તન નાં કરવું જોઈએ. માણસાઈ એ નથી કે તમે માણસ ને શોભે નાં એવું વર્તન કરો, અને પછી પોતાને સારા સાબિત કરવા મારો તો ટોન જ એવો છે હું શું કરું! એ યોગ્ય નથી.