પ્રેમ એ ગણતરીનો વિષય નથી.
પ્રેમ એ ફરીફરીનો વિષય નથી.
દિલના અનુસંધાને પાંગરતો એ,
પ્રેમ એ કોઈ ચાકરીનો વિષય નથી.
નૈનથી ઉર લગી પહોંચનારો છે,
પ્રેમ એ સરાસરીનો વિષય નથી.
અપેક્ષા શૂન્યતા આગવું લક્ષણ,
પ્રેમ એ કોઈ ખાતરીનો વિષય નથી.
સમર્પણની બુનિયાદે વિકસનારો,
પ્રેમ એ કોઈ મહામારીનો વિષય નથી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.