લખેલું ભાગ્યનું મિથ્યા કરવા મથું છું.
મળશે પ્રયત્ને એ આશ ધરવા મથું છું.
લેખ વિધિના લખાયા હશે છઠ્ઠે દિવસે,
મનને અનુકૂળ કરવાને ભૂંસવા મથું છે.
ન જાય એળે પુરુષાર્થ કોઈનો કદીએ,
આસમાની ખ્વાબને અનુસરવા મથું છું.
ઠોકરો કર્મપથની છે સઘળી મંજૂરને,
અન્જાન રાહમાં ડગલાં ભરવા મથું છું.
શક્ય છે ઈશ પણ સહાયક થવાનોને,
અફાટ અબ્ધિ વગર નાવે તરવા મથું છું.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.