"ડાયરી નું છેલ્લું પાનું"
હું લડીશ, થાકી થાકી ને થાક્યો છું પણ હજી હું લડીશ.
કરવું નથી કંઈજ મારે સાબિત પણ ખુદ ને જીવતો રાખવા હું લડીશ.
પ્રયત્નો હવે દમ તોડી રહ્યા છે બધા જ, પણ હવે પ્રયત્નો ને પાર નસીબ જોડે, હું લડીશ.
પ્રાર્થનાઓ થઈ ગઈ ખાલી હવે, પણ હવે ભગવાન સામે હું લડીશ.
જીતવા માટે બવ લડ્યો, હંમેશા હાર્યો, હવે છેલ્લી વાર હારવા માટે હું લડીશ.
- સંદીપ તેરૈયા.