જગની અગનથી ઊંચે ગગન સુધી પહોંચવાનું મારે.
ન મળ્યું પ્રયત્નોથી એને ખાટી દ્રાક્ષ સમજવાનું મારે.
કેટકેટલું ગુમાવ્યું અણસમજમાં એ ભૂલી જવું ઘટે,
મળેલાં મબલખ માનીને મનને બસ મનાવવાનું મારે.
આમ તો આશા ગુમાવતો નથી જે અમર રહેનારી,
કેટલુંક છૂપાવવાનુંને કેટલુંક વળી મુખે કહેવાનું મારે.
જગતને સમજવામાં જિંદગી ઘણી ટૂંકી પડતી લાગે,
હસ્તગત હોય જે તે કરી ઉપયોગને હરખવાનું મારે.
આવે અંતરાયો કદી કર્મપંથમાં પ્રલોભન કે રુકાવટથી,
ના થઈ નાસીપાસ હૈયે હામ ધરી આગે ધપવાનું મારે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.