પ્રોફેશનલ લાઈફની મહત્વની બાબતો:-
1. સૌથી પહેલાં કામ કરવાની દાનત
2. જે ફિલ્ડમાં કામ કરો છો એને લગતું જ્ઞાન
3. મળેલ કામને ઈમાનદારીપૂર્વક કરવાની ભાવના
4. હંમેશા કંઈક નવું શીખવાની ધગશ
5. કાર્યક્ષમતા
6. પોતે જે કંઈ પણ કામ કરે છે એને લગતી વધુમાં વધુ
માહિતી મેળવી પોતાને વધુ લાયક બનાવવું
7. કામ અને મગજ ભલે પોતાનું હોય પણ બીજાને સાથે
લઈને કામ કરવું.
8. સહકર્મચારીઓ સાથે હળીમળીને રહેવાની ભાવના
9. પોતાની સાથે કામ કરતા લોકોને જરુર પડ્યે યોગ્ય
સલાહ સુચન કરી મદદ કરવાની ભાવના
10. ક્ષમતા મુજબ મળેલ કામને સંતોષકારક પુરુ કરવું
11. કામ કરવાની તત્પરતા બતાવવી
12. કોઈ અયોગ્ય કામ મળે તો એને ના પાડવાની હિંમત
રાખવી
13. શકય હોય ત્યાં સુધી કોઈ પણ યોગ્ય અને આપણે કરી
શકીએ એવા કામ માટે ક્યારેય ના ન પાડવી.