પ્રેમ શબ્દ જેટલો મીઠો છે
તેટલો જ કડવો પણ છે.
લાગણી થી છલોછલ છે
તેટલો તિરસ્કાર થી પણ ભરપૂર છે.
વફા થી વફાદાર છે તેટલો
બેવફાઈ થી ભરેલો પણ છે.
આ જગત પ્રેમ નામના તત્ત્વ થી ભરેલું છે.
ફક્ત તેના જુદા જુદા। રુપ માણસ પોતાના
અનુભવ પ્રમાણે નિભાવે છે
કોઈ પ્રેમ ના સહારે બહુ કામયાબ બને છે તો
કોઈ પ્રેમ મા બરબાદ પણ થઈ જાય છે
પ્રેમ ઈશ્વરે મનુષ્ય ને આપેલી ભેટ છે.
જેને પણ તેનો સાક્ષાત્કાર થાય છે તે નસીબદાર છે.
ઘણા ને તો પોતાની આખી જીદગી દરમ્યાન પણ
પ્રેમ ની અનુભૂતિ નથી થતી.
પ્રેમ મા। મેળવવા કરતા ત્યાગવા ની ભાવના ઉચ્ચ હોય છે. જેના ઉપર ઈશ્વર ની કૃપા હોય તેને જ પ્રેમ મા સફળતા મળે છે.