કોરોના - રોકો ના
(એક સુંદર મજાની હળવી વાર્તા)
આજે એટલે કે 2025 માં નવરાત્રી આવી એટલે મને મારા એક મિત્ર નો 2020 ની નવરાત્રી નો અનુભવ યાદ આવ્યો...
લો ને હું તમારી સાથે શેર કરી જ દઉં :
એના જ શબ્દો માં...
પહેલી નવરાત્રી ની રાત હતી, શેરી ગરબા બરાબર જામેલા હતા, ચારેબાજુ એ પુષ્કળ લાઇટીંગ હતી, ઢોલી ઓ ના તાલે ગોરી ઓ ગરબે ઘૂમી રહી હતી,.
મારી નજર બરાબર એક છોકરી પર હતી, માસ્ક પહેરેલું, પણ એની આંખો ની ચમક ગજબ ની હતી,
એના હાથ ગોરા ગોરા, , સુંદર ચણિયાચોળી,
સરસ મજાનું ઇમિટેશન, કાળા ભમ્મર વાળ...
ઓહ, પહેલી જ નજર માં ઘાયલ થઈ ગયો, દિલ માં ટ્રીન....ટ્રીન ,
ઘંટડી વાગવા માંડી,
'તાળી ઓના તાલે ગોરી ગરબે ઘૂમી જાય રે..... '
એના લટકા, ઝટકા જોઈને ઓહ, આહ થઈ ગયેલું,
લગભગ સાત થી આઠ રાઉન્ડ પછી એને ખ્યાલ આવ્યો કે હું એને જોઈ રહેલો છું, પહેલાં તો મોઢું મચકોડયુ, નજીક આવી ને ઊંહ કરીને ઉપાલંભ પણ કર્યો...
પણ આપણે તો જિદ્દી,... રોજ જવાનું, રોજ એની સામે ટગર ટગર જોવાનું.. આમ એ આમ સાતમી નવરાત્રિ એ મેળ પડી ગયો...
6_7 ફૂટ નું ડિસ્ટન્સ રાખીને, મોંઢા પર માસ્ક પહેરીને મારી સાથે વાતચીત ચાલુ કરી...
નવમી નવરાત્રિ એ કોલ પણ અપાઈ ગયો...
બંને તરફના કુટુંબીઓ પણ રાજી થઈ ગયા,
ઓછા માણસો ભેગા કરીને લગ્ન પણ થઈ ગયા...
સુહાગ રાત આવી...
અને... અને... અને...
એનું મોઢું જોયું....
પછી ખ્યાલ આવ્યો કે
આણે સતત માસ્ક કેમ પહેરી રાખ્યું હતું,
સાલું લગનમાં પણ માસ્ક પહેરી રાખેલું, કોરોના ની બીક બતાવી બતાવી ને....
લગ્ન પહેલાં જે ઓહ, આહ હતું
એને બદલે ઓ મા, ઓ બાપા, થઈ ગયેલું...
ઈટસ ઓકે... પણ આજે લગ્નને 5 વર્ષ થયા...
હું, મારી એ જ ઘરવાળી અને નાનો બબલુ બહુ જ ખુશ છીએ
અને અમારો સંસાર ટકાટક ચાલે છે...
ઓકેકેકે ...
જતીન ભટ્ટ (નિજ)