આજે બારમી ઑક્ટોબર, મારો જન્મદિવસ અને આજે જ મા સરસ્વતીની અસીમ કૃપાથી મારા પ્રથમ પુસ્તકનો પણ જન્મદિવસ.
થોડા દિવસોથી હું મનોમન દુઃખી થઈ રહી હતી. મારા મમ્મી પપ્પા બંને સાહિત્યના જીવ અને આજે જ્યારે એમની દીકરી એના જીવનનું પહેલું પુસ્તક એમના હાથમાં આપવા હાથ લાંબો કરે છે તો સામે કોઈ નથી.
હું મનોમન ઈશ્વર આગળ ફરિયાદ કરી રહી હતી. જાણ બહાર જ આંખો ભીની થયેલી અને અચાનક મારા સાસુ મારી સામે આવીને મને પૂછી રહેલાં, “શું થયું, નિયતી? કેમ ઢીલી લાગે છે? સૌરભે કંઈ કહ્યું? તબિયત ખરાબ છે? કોને કોરોના થયો?"
હું હસી પડી અને કહ્યું, “કંઈ નથી, આખો દિવસ કોમ્યુટર પર કામ કરી આંખો દુઃખી જાય છે." એ મને એમના આંખો સાચવવાના નુસખા કહી રહેલાં અને હું વિચારી રહી,
જ્યારે મારા ખોળે દીકરો અવતર્યો ત્યારે મારી પહેલાં એને હાથમાં લઇ વ્હાલ કરનાર મારા સાસુ હતા, મમ્મી નહિ. સવા મહિનો પાળવાનો હતો ત્યારે રોજ સવારે શીરો શેકી આપી, ફોર્સ કરી ખવડાવનાર મારા સાસુ હતા, મમ્મી નહિ. આજે પણ મારા બાળકોને આ દુનિયામાં મારા બાદ સૌથી વધારે ચાહનાર મારા સાસુ છે. મારી દરેક ક્ષેત્રે પ્રગતિ થતી રહે એવા આશીર્વાદ રોજ એ મને આપે છે કોઈ બીજું નહિ. બસ, મારો મૂડ સુધરી ગયો. મેં મારું પ્રથમ પુસ્તક એક ટ્રેમાં સજાવ્યું અને મારા દીકરાને આપી કહ્યું, “લે તારા દાદી ને આપી કહેજે ખાસ ગિફ્ટ છે" અને આ બધી યાદગાર પળોને હંમેશા સાચવી રાખવા મેં રેકોર્ડ કરી. 😍
મારી પ્રથમ નવલકથા “નિયતિ" આપ હાલ જ ઓર્ડર કરી શકો છો નીચેના નંબર ઉપર વોટ્સેપ મેસેજ કરીને. આપનું પૂરું સરનામું લખો, બસો પચાસ રૂપિયા ગૂગલ પે કરો અને પુસ્તક કુરિયરથી આપના ઘરે પહોંચી જશે.
Mobile +91 9737541391 (સંદીપ શર્મા)
(પુસ્તકની કિંમત -250/ રૂપિયા
ગૂગલ પે કરો અને ઘરે બેઠા પુસ્તક મેળવો.)
મારી આ સફરમાં છેક છેલ્લે સુધી મારી સાથે જોડાયેલ રહેનાર મારા દરેક વાચકમિત્રનો અને મારું પુસ્તક છાપી મારું સપનું સાકાર કરનાર ત્રિવેદી પ્રકાશનનો હું આભાર માનું છું 🌹
નિયતીના જય શ્રીકૃષ્ણ 🙏