` હૂં યાદ આવીશ .......
ખાતરી છે કે તારો સાથ નથી મળવાનો આ જીવનમાં,
પણ તારા હસતા જીવનમાં મારું નામ સાંભળીશ,
ત્યારે હું યાદ આવીશ.
આમ તો હું તારા જીવનમાંથી ચાલ્યો જઈશ સદાને માટે,
પણ તને પામવા કરેલા પ્રયત્નોને યાદ કરીશ, ત્યારે હું યાદ આવીશ.
આમ તો તું સમજે છે મારા પ્રેમને એક રમત,
પણ તું જયારે કોઈના દલડાને પામવા આંશુ પાડીશ, ત્યારે હું યાદ આવીશ.
તને શું ખબર છે કે કેટલો પ્રેમ હું તને કરું છું, પણ તું જયારે કોઈના પ્રેમમાં નિષ્ફળ જઈશ, ત્યારે હું યાદ આવીશ.