દર્દ માંહી એક , જ્વાળા જરૂર ઉઠશે,
વિરહિણી શ્વાસોનાં જાળા જરૂર ઉઠશે.
પામવા તાલાવેલી છે , પિયુષ તણીને,
ચાહ દિલમાં છે, ઉકાળા જરૂર ઉઠશે.
હોય છે જ્યાં સાચી વાતો, વિરાગ જેવી,
કઠણ તૃષ્ણાઓ ઉચાળા જરૂર ઉઠશે.
લાગે છે રંગોની રંગોળી જેવું અહિયાં,
ખેલી જો દાવો , ધુમાડા જરૂર ઉઠશે;
સાચી સમજણ હોય ના જેમની ત્યારે,
ઊંધા કોઈ જો, ઉલાળા જરૂર ઉઠશે
-મોહનભાઈ આનંદ