Gujarati Quote in Motivational by Chaitanya Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જેને રામ ન ભાવે એને પણ રામ નિભાવે કરુણા કેટલી!
લાગે કદી એ અકર્તા તોય પ્રેમ છલકાવે કરુણા કેટલી!

હૈયે એને હિત વસેલું છે જીવમાત્રનું કલ્યાણ કરવાનુંને,
સજા કરતાં જે સ્વયં ઉરને પણ ફફડાવે કરુણા કેટલી!

છે સાગર દયાનો એને અનરાધાર વરસવાનું જ બસ ફાવે,
માત્ર રીમઝીમ વરસીને જે સંતોષ ના લાવે કરુણા કેટલી!

દીનબંધુ, દયાનિધિ, દેવ દાતાર, દુઃખહારી દ્વારિકાધીશજી,
જે અગણિત દોષ જીવમાત્રના વિસરાવે કરુણા કેટલી!

નેહ નયનથી હોય નીતરતો હશે એ પણ ભક્તને ભજતો,
કહી શકાય ભક્ત ભગવંત સંબંધના દાવે કરુણા કેટલી!

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
#કરુણા

Gujarati Motivational by Chaitanya Joshi : 111586435
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now