"આટા પાટા"
જીવનમાં છે, રોજ ધકા મુકા, આમ થી તેમ, તેમ થી આમ, કરવા પડે છે આટા પાટા..!
ગમતું ના આવે હાથમાં, ન ગમતું, રોજ અથડાય જીવનમા, ન ગમતા ને ગમાડવા, કરવા પડે છે આટા પાટા..!
શોધો તો મળે નહી, ના શોધતા સામે આવે, પાછા શોધવા માટે કરવા પડે છે આટા પાટા..!
ફાકા ફોજદારી બહુ કરે, ભાવનો દિયે કોઈ ને સામેથી, "સ્વયમભુ" કહે એવા વ્યક્તિ, ને જીવન ચલાવવા, કરવા પડે છે આટા પાટા..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"