Gujarati Quote in Thought by Jay Vora

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

--- સ્ત્રી પ્રત્યે ની અમાનવીયતા ના મુળભુત કારણો ..

- અત્યારે જે રીતે દુનિયા માં પુરુષ અને પુરુષ તથા સ્ત્રી ને સ્ત્રી પ્રત્યે જે આકર્ષણ ‌પેદા થયું છે તેનું એકમાત્ર કારણ છે... બાળક નો જન્મ સમય.
બાળક નો જ્યારે જન્મ થાય ત્યારે તે જેમનું મોં જુએ છે એને જ માતા માંની લે છે માટે જન્મ સમયે સ્ત્રી શિશુને પુરુષ નું મુખ અને પુરુષ બાળક ને સ્ત્રી નું મુખ દેખાય તે અનિવાર્ય છે‌ તેનાથી‌ શરુઆત માં જ ઓપોઝિટ ના આકર્ષણ નું કેન્દ્ર શુદ્ધ બને છે.

- નાનપણથી જ દરેક બાળક ને કહેવાય છે કે શરીર નાં કેટલાક અંગો છુપાવીને રાખે માટે કુદરતી રીતે જ બાળક ધરાર જાણવાની કોશિશ કરશે કે આ અંગ આટલું કિંમતી કેમ છે એટલે દરેક બાળક ને ઓછામાં ઓછું ૩ વર્ષ સુધી તદ્દન નગ્ન રાખવું જોઈએ જો એ પણ ન થાય તો બાળક ને એ અંગોને નાનપણથી થી જ બહું કીમતી ન માને એનું ધ્યાન રાખવું જોઈએ.

- જાતિય આકર્ષણ તો કુદરત નો નિયમ છે પણ જ્યારે બાળક સમજણુ થાય ત્યારે અથવા તો ૩ વર્ષ પછી તેમને શ્વાસ ની ધ્યાન-પદ્ધતિ શિખવાડવી જોઈએ તેનાથી ફાયદો એ થશે કે નાભિ દ્વારા શ્વાસ લેવાથી મુલાધાર ચક્ર ગતિમાન રહેશે અને તેમના હોર્મોન્સ કાબૂમાં રહેશે.

- સ્તનપાન ... જોવા જઈએ તો આજે દરેક પુરુષ ને સ્ત્રી નાં સ્તન પ્રત્યે આકર્ષણ હોય જ છે તેનું કારણ એ છે કે જ્યારે બાળક સ્તનપાન કરે છે ત્યારે તેમના માટે કોઈ પહેલું એવું અંગ છે જે તેમના શરીર નું નથી માટે તેમની એક છબી બાળક નાં મનમાં ઘડાઈ જાય છે માટે આકર્ષણ થવું સ્વાભાવિક છે .

- દમન હંમેશા ઘાતક હથિયાર બને છે . અહિં પુરુષ ને કહેવાય છે કે સ્ત્રી ના કોઈક અંગો ન જોવા જોઈએ માટે આ નિયમ તેના માટે દમન બની જાય છે.યૂવાનીમા પહોંચીને હોર્મોન્સ તો પોતાનું કામ કરશે જ પણ જે દમન હતું તેના લીધે પુરુષ તેને પાપ ગણીને દબાવી દેશે જે આગળ જતાં હવસ નું રૂપ ધારણ કરે છે.

- સ્ત્રી.
સ્વતંત્રતા એટલે સભાનતા.
૧- કપડાં બાબતે સ્ત્રી એ સભાન રહેવું જોઈએ, એવો ધારો નથી કે આખો દિવસ ન ગમે તેવા કપડાં પહેરીને રહેવું. મારો મતલબ મુળભુત રીતે સ્કીન પ્રત્યે છે જે પુરુષ ને પણ લાગુ પડે છે, કપડાં જેટલા ઢીલા અને આંખો ખેંચાય નહીં એવા પહેરવા જોઈએ કેમકે આપણું આખું શરીર , તેમના પ્રત્યેક રોમ શ્વાસ લે છે , જો જોવું હોય તો કોઈ વ્યક્તિ ને માત્ર નાક બાકી રાખીને આખું શરીર માટીથી લીપી દો , તે વ્યક્તિ ત્રણ દિવસ થી વધુ નહીં જીવી શકે અને રંગ પ્રત્યે કોઈ અજાણ તો નથી જ.
૨- સ્ત્રીઓ પુરુષ જેવું કામ કરે છે એ સારું જ છે પણ ઘણી સ્ત્રીઓ નો વ્યવહાર એવો થય જાય છે કે તેમણે પુરુષ ને પુર્ણ રીતે જીતી લીધો છે.સમાજ ને અને કુદરત ને પણ પૌરુષત્વ ની સ્ત્રીત્વ જેટલી જ જરૂર છે.
૩- સ્વબચાવ , પુરુષ જ્યારે સ્ત્રી ના કંટ્રોલ માં હોય ત્યારે તો ગેરવર્તન માં તો ઉપલી માનસિકતા મુજબ સ્ત્રી એને 'ધોઈ' નાખે છે પણ અજાણ્યા પ્રહારો પ્રત્યે પણ સ્ત્રી એ કેટલીક ટેકનિક્સ પોતાના સ્વબચાવ માટે શિખવી જ જોઈએ . જ્યારે પુરુષ આક્રમણ કરે ત્યારે સ્વબચાવ માટે શ્રેષ્ઠ કીક છે તેમના ટેસ્ટીક્લ પર પ્રહાર કરવો .

Gujarati Thought by Jay Vora : 111584761
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now