પશુતા નામ છે પ્રકૃતિનું આકૃતિનું નહીં.
પશુતા નામ છે એ વૃત્તિનું આકૃતિનું નહીં.
ચહેરેમહોરે તો બધા જ માનવ દેખાતા,
પશુતા નામ છે વિકૃતિનું આકૃતિનું નહીં.
ભાસતો સજ્જન શેતાનને પોષનારો છે,
પશુતા નામ છે કુસંગતિનું આકૃતિનું નહીં.
લાગતા ભયાનક ક્યારેક સજ્જન નીકળે,
પશુતા નામ છે અવનતિનું આકૃતિનું નહીં.
પશુ પણ શરમાય એનાં વર્તનો જોઈને,
પશુતા નામ છે કુમતિનું આકૃતિનું નહીં.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
#પશુ