પૂરાણો અનુસાર જે 'પાશ' એટલે કે દોરડુ , થી બંધાય એ પશુ ..
તો આપણે તો ઘણા અદશ્ય પાશથી બંધાયા છીએ .
મોહ નો પાશ ,
ધર્મ ને નામે નૈતિકતા નો પાશ ,
સમાજ ની શરમ નો પાશ ,
હવસ નો પાશ ,
અહં નો પાશ ... જેવા અગણિત મુદ્દા છે .
પશુ માં તો નૈતિકતા અને ધાર્મિકતાના ગુણો નથી હોતા , તો પણ એ તો ' શાંતિ ' થી જીવે છે તો શું આ બે ગુણો અરાજકતા-કારક છે ? .... મૂદ્દો તો વિશાળ અને જટિલ છે પણ અત્યારપુરતુ એ જાણવું જરૂરી છે કે એની શાંતિ મૃત્યુ ની , જડતાં ની , અસંવેદનશીલતા ની અને સર્જનાત્મકતા ના અભાવ ની શાંતિ છે માત્ર વિચાર કરવાની ક્ષમતા જ આપણને પશુ થી અલગ કરે છે .
જો પશુ વિચાર કરશે તો સૌથી પહેલાં તો એ આપણો જ વિનાશ કરી દેવામાં સક્ષમ છે.
#પશુ