હદમાં બાંધી હસ્તી દુનિયા,
કદમાં બાંધી, કસ્તિ દુનિયા.
છે અમાસી , કાળું ત્યાં જો,
ચાંદે ખોઈ, મસ્તી દુનિયા.
છે ગજબ વાતો અહિયાં,
ચૂપ્પી સાધી, હસતી દુનિયા.
ગગનમાં, ગાજે વાદળો જો,
ઝબુક વિજળી, ચમકી દુનિયા.
હોય આનંદ, સહજ રીતે,
ખૂદમાં જોને ,અસ્તિ દુનિયા.
-મોહનભાઈ આનંદ