કરેલા ગુનાની માફી માંગવી જરુરી.
હોય દિલાવર તેણે આપવી જરુરી.
પસ્તાવો કરનાર પવિત્ર બની જાય,
એટલી શ્રદ્ધા ઉરમાં રાખવી જરુરી.
પશ્ચાતાપે ઉર નિર્મળ બની જનારું,
એમાં ઈશની હાજરી માનવી જરુરી.
અંતરઆગમાં પાતક ભસ્મ થનારાં,
અતીતની છાપ પછી ભૂલવી જરુરી.
પૂરે છે સાખ વાલિયાથી વાલ્મિકી,
સનાતન રસ્તે પ્રગતિ કરવી જરૂરી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
#માફી