રોશન રહે, હર એક પાક આતશ પાદ્શાહ, કાયમ
આપજો અમને હર પળ, હૂંફ અને રોશની મુલાયમ ;
દોરવજો અમને નેક રાહ પર, આપજો માર્ગદર્શન
ઓ અહુરા પુથ્ર, રહે આશીર્વાદ તમારા હર ક્ષણ .
જાગે હર અંતરમા પ્રેમ-અગ્નિ, ધરમ પ્રત્યે નિશ દિન
છું અને રહું સદા હું જર્થોસ્તિ ધરમ પર આફ્રિન
જ્વલંત રહેજો કરોડો સાલ, રોશન રહે સદા અહુરા નું નામ
હઝારો પ્રણામ હોજો તમને ઓ પાદ્શાહો, ઓ નેક નામ.
Armin Dutia Motashaw