#ચળકદાર
તારા સુંદર ચહેરાની તો હું શું વાત લખું
એ કોઈ ચળકદાર આભુષણને આધીન નથી
તારા એ કાળા કેષ ની તો હું શું વાત લખું
એ કોઈ ચળકદાર ડાઈ ને આધીન નથી
તારા કોમળ કોમળ હાથ ની તો હું શું વાત લખું
એ કોઈ ચળકદાર લોશન ને આધીન નથી
તારા એ સુંદર પગલાની તો હું શું વાત લખું
એ કોઈ ચળકદાર ઝાંઝર ને આધીન નથી
કુદરતની અપ્રતિમ રચના તું.. તારુ રૂપ હું શું લખું
એ કોઈ ચળકદાર મારા શબ્દો ને આધીન નથી