Gujarati Quote in Motivational by શિતલ માલાણી

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વહાલી લાગણી,

  જ્યાં ને ત્યાં છલકી ન પડ અત્યારે. કોઈના એક ઘડીના શ્વાસના પણ ઠેકાણા નથી ને તું વિશ્વાસ અને અવિશ્વાસની બાજી રમે છે?

  આ માણસજાત છે ! કેટલી વાર કહ્યું કે "ખોટી અપેક્ષા ન રાખ." શું મળ્યું તને? આ ખારા દરિયા સિવાય. કોઈ નહિ આવે દીકરી, તું નાહક ઉછળે છે."

બની જા એક ચટાન. કોની હિંમત છે કે તને તોડી શકે ?
બની જા એક અઘરી ઊડાન, હું પણ જોવ કોણ તને રોકી શકે ? બાકી હર જગ્યાએ આંખોના ઊંડાણ ન શોધ. એ આંખોની અસલિયત આ ચશ્માંએ છુપાવી દીધી છે. એ આંખોની ભીનાશ રંગીન સપનામાં સુકાઈ ગઈ છે. તું હજી ગમ ને ઉમંગને નથી ઓળખી શકી વ્હાલી ! બેય વ્યકત કરવા તું શીદને અધીરી થાશ? વિચાર અને વાગોળ, તારી શિથિલ ભાવનાઓને ! તું જ માધ્યમ છો આ જીવનની હર એક ક્ષણની પણ, ઓવરટેકને પણ બ્રેક મારવી પડે.
સમજી જા શાનમાં,ને આવી જા ભાનમાં.
મજબુત ને માયાળું તો છો જ ને તું ! તો હવે સમજણી બની સાચી જગ્યાએ વહેજે.  તને શું ખબર આ લુચ્ચાઈ છે માનવજાતની !જ્યાં વહેણ વધુ હોય ત્યાં જ ડેમ બાંધે.
બંધિયાર પાણી તો ગંધાય પણ ખરૂં ને કેદી પણ ખરૂં.
તું તો પંખી છો આભનું. તને ન હોય બંધન.
માનવજાતને નમન કર પણ સ્વમાની બની ને!
બધું કામ આંખનું ન હોય જીભને પણ વ્યકત કરવા દે.
વધુ ન છલકીશ. વધુ ન ઊડીશ કે વધુ ન તડપીશ.
યાદ રાખજે  'અતિની ગતિ  ન હોય.'

બહુ ઉપકારના ઘુંટડા પીવડાવીશને તો આ જ માણસજાત ઝેરની ઉલ્ટી જ ઓકશે.'તારા ભલા માટે સાચું કહેનારી તારી જ 'મા'.
                                      લિ. અંતરવાચા..

લેખક : શિતલ માલાણી
૨૯/૯/૨૦૨૦
મંગળવાર..

Gujarati Motivational by શિતલ માલાણી : 111581174
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now