Gujarati Quote in Poem by Sheela Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજનો માનવી.....🍁

આમ તો દેખાય ટોળેટોળા માનવના,
છતાં પણ જાણે માનવ એકલો ચાલે છે....!!

ખોવાયેલો રહે દિવસભર ખ્યાલોમાં,
રાતના અંધારામાં ખુદને શોધ્યા કરે છે...!!

નથી સમય એની પાસે જીવવાનો,
સમય કેમ નથી જતો એવું વિચાર્યા કરે છે...!!

ઘરમાં બેસે પણ જીવ એનો બીજે ભટકે,
પછી સંબંધોમાં કચાસ શોધ્યા કરે છે....!!

રૂપિયા કમાઈને બનવું મોટું એને,
વહી રહેલી એની ઉંમર હજુ નાની લાગે છે...!!

મોબાઇલની સાથે રહેતા શીખી ગયો દિનરાત,
કોઈ જો આવે મહેમાનતો એને અઘરું લાગે છે...!!

મારુ મારુ કરી થાકે જ્યારે એ'
તો ઉપરવાળાને દોષ આપ્યા કરે છે....!!

✍️શીલા.

Gujarati Poem by Sheela Patel : 111578780
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now