પરિવર્તન...
આખો દિવસ પ્રકાશિત થઈ થાકી હારી ને
સૂરજ સાંજ પડતાં વિરામ લે દરિયા મા
થોડા વિસામો લઇ તિમિર ને વિદાય કરી
સૂરજ ઓજસ પાથરે દુનિયા માં
ગ્રીષ્મકાળે તાપ સહી થઈ વેરાન
જંગલ ઓઢે લીલી ચાદર વર્ષાઋતુ માં
પાનખરે પાંદડા ત્યજી ભૂતાવળ
લાગતી વન્ય સૃષ્ટિ ખીલે વસંત માં
અમાવાસ્યા એ અસ્તિત્વ ગુમાવી
સોળે કળાએ ખીલે ચાંદ પૂર્ણિમા એ
કુદરત ના પરિવર્તન નિયમ ને સમજીએ
એક અંધારી રાત પછી આવે સોનેરી સવાર..
હિરેન વોરા
તા. 26/09/2020