જુના ફોટામાંથી એક ફોટો હાથમાં આવ્યો. વેટિકન સિટીના ચર્ચમાં "પીયેટા" નામની આ કલાકૃતિ છે. કહેવાય છે કે માઈકલ એન્જેલો કે જેણે યુરોપને શ્રેષ્ઠ કલાકૃતિઓ આપી છે, એની એકમાત્ર આ પીયેટા નામની કલાકૃતિમાં પોતાની સિગ્નેચર કરી છે. કેવા અહંકારરહિત કલાકાર. મધર મેરીના ખોળામાં સુળી પરથી ઉતારેલા ઈશુ, અદભુત કલાકૃતિ છે.. આપણે એક નાનકડા કામમાં પણ ઢંઢેરો પીટીએ છીએ, ને આ કલાકારો ક્યાંય પોતાના નામ નથી લખતા. જો કે સૃષ્ટિના શ્રેષ્ઠ કલાકાર એવા ઈશ્વર પણ ક્યાં પોતાનું નામ લખે છે ક્યાંય. જો કે વિનોબા ભાવે એના ગીતા પ્રવચનોમાં કહે છે કે, બિલકુલ દોષરહિત તો ઈશ્વર સિવાય સંસારમાં કોઈ નથી અને એ જ રીતે દોષપૂર્ણ પણ કોઈ નથી. આપણે ગુણદોષનો સમન્વય છીએ. તો એ સમન્વય સાથે જ જીવીએ.....