શબ્દ...
શબ્દ ની પણ, એક સુંદર દુનિયા હોય છે,
વાક્ય પણ ત્યાં, વિરામ લેતાં હોય છે!
જોડણી ને વ્યાકરણની, એક છટા હોય છે,
અર્થ આમજ કયાં, બધાં મિથ્યા હોય છે!
અલ્પવિરામ જિંદગીના, મધુરાં હોય છે,
આમજ કયાં, સફળતાનાં પગથિયાં રેઢાં હોય છે!
પુણઁવિરામ, સફરનાં અંતમાં હોય છે,
જિંદગી, ત્યાં કરતી અલવિદા હોય છે!!!
💕ચાહત💕