Gujarati Quote in Funny by Kirtipalsinh Gohil

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગત રાત્રે ૩ વાગતા ની સાથે અચાનક મારી બારી એ થી સરકી ને એક પત્ર મને મળ્યો. વાચું છું જરા તમે પણ વાંચો...

વ્હાલા કીર્તિપાલ,
તમને જોતા જ પહેલી નજર માં હું ઘાયલ થઈ ગઈ અને તમારા પ્રેમ માં પાગલ થઈ ગઈ. હું વિચારું કે મને આજ સુધી તમારા જેવું જો કોઈ મારી જોડે હોય તો મારું જીવન પણ કામયાબ થઈ જાય.

કદાચ તમારા જીવન માં કોઈ હશે કે નઈ એ મેં હજી જાણ્યું નથી પણ મારી ગેરંટી છે કે મારા સાથ અને સંગાથ થી તમે તમામ ને ભૂલી જશો.

મારા પ્રેમ પત્ર નું માન રખવું જ પડશે તમારે કેમકે અમારા માં પૂછવાનો નિયમ નથી પણ પ્રેમ માં હું નિયમ તોડી રહી છું તો એક નઈ તો સો વાર વિચાર કરી ને પણ જવાબ આપવા વિનંતી છે.

હું જલદી થી જવાબ મળે એની રાહ જોઈ રહી છું. આશા છે કે તમે જલદી થી જવાબ આપશો જી.

આભાર.

Yours and Yours only,
જંગલ ની એક ડાકણ


નોંધ: તમે એક વાર ફરવા આવ્યા તા ત્યારે જ તમારા પર પહેલી નજર પડી હતી. બસ એ જ ઓળખ.
🤪

બોલો, હવે YOURS ના ઉપયોગ પર તાળી પાડું કે આ પ્રેમ પત્ર નો જવાબ આપું? 👻😂
#yours
#તમારી /તમારો
#आपकी अपनी/आपका अपना

Gujarati Funny by Kirtipalsinh Gohil : 111577479
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now