પીળી કરેણ, પીળો ચંપો, પીળો ગરમાળાનો ગજરો,
પીળા હાથ નું મિલન કરાવે, ગોર મહારાજ ને વકરો
પીળી આંખ બતાવે, અરે! દર્દીને થયો છે કમળો.
પીળું પાન બતાવે મને, નિશદિન ફરે સમયનો ચરખો
પીતાંબર,મોરપિચ્છ,વેણુ,ગીતા કે ધનુષ્ય-બાણ,
શીખવે હર રસ અને રંગને આપો જીવનમાં માન.
-- વર્ષા શાહ
#પીળો