કલમ સંગાથે શબ્દો રમતા લાગે.
ભળે જયાં ગેયતાને ગમતા લાગે.
ઉરથી નીકળી ઉરમાં જે સમાતા,
દિલના રાજીપે જાણે ઝૂમતા લાગે.
અર્થની દુનિયામાં છે વ્યાસ ઝાઝો,
હૃદય પલટવાની કોઈ ક્ષમતા લાગે.
નદીના વહેણની જેમ વહેતા જતા,
અર્થઘટનથી ધારકમાં વિદ્વતા લાગે.
સૂરસંગાથે એ તો અંતરે પહોંચતા,
તજી વામનપણું વિશાળતા લાગે.
હશે એ સ્વરુપ ઈશનું નાદબ્રહ્મનું,
મૌનની પરિભાષા સરળતા લાગે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.