જીંદગી જ એક યુદ્ધ બનીને રહી ગઈ છે,
નકારાત્મકતા અને હકારાત્મકતા વચ્ચેનું યુદ્ધ છે જીંદગી,
વિચારોના યુદ્ધમાં જો નકારાત્મક વલણ હશે તો હાર નક્કી છે, રાખીશું જો હકારાત્મક વલણ તો જીતી જશું,
કર્મના યુદ્ધમાં પણ એવું જ કંઈક બનશે, ખરાબ કર્મો ગેરમાર્ગે દોરી જશે અને સારા કર્મો સારા માર્ગે લઈ જશે,
કોઈ સાથેનો ખરાબ વ્યવહાર એને દુઃખ પહોંચાડે છે પણ જો કરશું સારો વ્યવહાર તો થશે એ ખુશ આપણાથી,
ગુસ્સો પણ હાનિ જ પહોંચાડે છે જ્યારે પ્રેમ બધાને ખુશી આપે છે,
બોલેલા અપશબ્દથી કોઈ નિરાશ થઈ જશે પણ બોલેલા થોડા સારા શબ્દોથી કોઈને પ્રેરણા મળી જશે..
#યુદ્ધ