Quotes by Rids in Bitesapp read free

Rids

Rids

@rsmashrugmailcom


હે ઈશ્વર!!

આ તમે કેવા દિવસો બતાવ્યા છે અમને,
જાણું છું હું કે તમે આપો છો અમને અમારી જ ભૂલના પરિણામ,
પણ હવે નથી સહન થાતું કે નથી જોવાતું,
પળ પળ મરી રહ્યો છે માણસ,
પોતાને કે પછી પોતાનાને બચાવવા ઝઝૂમી રહ્યો છે માણસ,
છે દવાખાનામાં દોડધામ અને ડોક્ટર છે લાચાર,
તમે લગાવ્યા મંદિરોમાં તાળા તો ક્યાં જઈએ અમે,
મોક્ષદ્વાર છે ખુલ્લા પણ નથી જોઈતો એવો મોક્ષ કે જ્યાં માણસ મજબૂર થઈને જાય છે,
માણસને તો જોઈએ છે એવો મોક્ષ જે સીધો માણસને તમારા ચરણોમાં લઈને આવે..
હે પરમકૃપાળુ પરમાત્મા તમને એટલી જ વિનંતી કે તમે અમને આ મહામારીમાંથી બચાવો અને પેલા જેવું જીવન જીવી શકીએ એવી કૃપા કરો..
ઈશ્વરના ચરણોમાં કોટી કોટી વંદન 🙏🙏

Rids

Read More

એકાંત એ પોતાની પસંદગી છે,
અને એકલતા એ
સ્વજનો એ આપેલો ઉપહાર છે.

"પામવું અને ખોવું એ
જીવનની રીત છે,
એમાં પણ ખુશ રહેવું એ
અનોખી ચીજ છે,
ખૂબ કઠિન હોય છે એવું જીવન,
પણ જો જીવી ગયા,
તો તમારી જીત છે."

Read More

માનસિકતા કોઈ બીમારી થોડી છે,
એ તો બસ છે વિચારોની માયાજાળ,
ક્યારેક ખુશીના વિચારો મનને ઘેરી વળે છે તો
ક્યારેક દુઃખના વિચારો મનને ઘેરી વળે છે..
ખુશીમાં તો બધા સામેલ થઈ જશે,
પણ દુઃખમાં તો કોઈ સાથ નહીં આપે,
બસ ધીમે ધીમે વિચારો પર કાબુ મેળવીએ અને જીવનની સમસ્યાઓના સમાધાન મેળવીએ..

#માનસિક

Read More

કેવું ગઝબ કહેવાય કે લોકો કહે છે એ માનસિક બિમાર છે,
કોણ જાણે છે કે મને કેટલી પીડા છે,
કોણ જાણે છે કે મને કેટલું દર્દ છે,
કોણ જાણે છે કે હું કેટલું હેરાન છું,
ના કોઈએ પુછ્યું, ના કોઈએ જાણ્યું,
બસ બધાએ કહ્યું કે એ માનસિક બિમાર છે,
પણ હું ખુશ છું કે કોઈએ મને કાંઈ પૂછ્યું નઈ,
લોકો જે કહે તે પણ હું ખુશ છું કે હું બીમાર છું,
હું ખુશ છું કે ભગવાને મને આ પરિસ્થિતિમાં મૂકી,
એટલે જ મને ખ્યાલ આવ્યો કે હું કેટલી સુખી છું..


#માનસિક

Read More

કરુણા જાગે છે એ માણસ પર જે પોતાના ભરણ પોષણ માટે કાળી મજૂરી કરે છે,
કરુણા જાગે છે એ માણસ પર જે એના સંતાનો માટે દિવસને રાત એક કરી નાખે છે..
કરુણા જાગે છે એ લોકો પર જેની પાસે રહેવા માટે ઘર નથી, જમવા માટે અન્ન નથી અને પહેરવા માટે કપડાં નથી..
આપ્યું છે બધું ભગવાને આપણને પણ આપણે ભોગવી નથી શકતા કારણકે આપણી પાસે નથી એની પાછળ દોટ મૂકી છે અને જેને ભોગવવું છે એની પાસે કાંઈ જ એજ જોઈને કરુણા જાગે છે..
#કરુણા

Read More

ધરતીનો છેડો ઘર (આવાસ)
ક્યાંય પણ જઈએ તો યાદ આવે ઘર (આવાસ)
મકાનમાંથી ઘર બનાવવા માટે જોઈએ વડીલોની છત્ર છાયા, માતા પિતાના આશીર્વાદ, ભાઈ બહેનનો
સ્નેહ..
#આવાસ

Read More

માનવી છે બોલતું જીવ પણ પશુ તો છે અબોલ જીવ,
એ શું જાણે આપની ભાષા,
એ તો બસ જાણે પ્રેમને અને લાગણીને,
એક માનવ બીજા માનવ પર ભરોસો નથી કરી શકતો પણ એ આ અબોલ જીવ પર કરે છે ભરોસો,
પશુ ઈચ્છે છે પ્રેમ અને લાગણી માનવ પાસેથી પણ એ તો ક્યાં જાણે જ છે કે માનવ ક્યારેય કોઈનો નથી થાતો..
માણસ તો બસ જ્યાં સ્વાર્થ દેખાય ત્યાં જ વળી જાય છે પણ પશુને તો બધુ સરખું..

#પશુ

Read More

સ્વાદિષ્ટ લાગે ભોજન જો એમાં થોડા હોય આશીર્વાદ માં ના,
સ્વાદિષ્ટ લાગે ભોજન જો એમાં હોય લાગણી બહેનની,
સ્વાદિષ્ટ લાગે ભોજન જો એમાં હોય પ્રેમ પત્નીનો,
એ જ રીતે જીંદગીમાં પણ જો હોય માતા - પિતાના આશીર્વાદ તો ક્યારેય અસફળ ના થઈએ,
મળે ભાઈ બહેનનો સાથ તો ક્યારેય ના થઈએ નિરાશ,
અને જો હોય પત્નીનો સાથ તો ક્યારેય એકલા ના ચાલવું પડે..
જીંદગી પણ લાગે સ્વાદિષ્ટ જો હશે બધાનો સાથ..
#સ્વાદિષ્ટ

Read More