મતભેદ મનભેદ સુધી પહોંચતાં થાય છે યુદ્ધ.
અન્યાયની પરાકાષ્ઠા આચરતાં થાય છે યુદ્ધ.
આમ તો કોઈકાળે એ આવકાર્ય હોતું નથી,
ભલમનસાઈનો ગેરલાભ લેવાતાં થાય છે યુદ્ધ.
ઝઘડા કે કલહનું છે એ રૂપ વરવું દુઃખદાયી,
સબક શીખડાવવા કદી આરંભાતાં થાય છે યુદ્ધ.
ગુમાવીને મેળવવાની ગણતરી રાખવી ઘટે,
અસીમ ક્રોધ જ્વાળા ભભૂકતાં થાય છે યુદ્ધ.
માનવહાનિ કરીને મેળવાતો ન્યાય છે આખરે,
ચર્ચા, વિચારણા નિષ્ફળ જતાં થાય છે યુદ્ધ.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
#યુદ્ધ