ભારતીય સંવિધાનનો આર્ટિકલ-21 એવું સૂચવે છે કે સ્વતંત્ર અને કુશળ જીવન જીવવનો અધિકાર તમામ વ્યક્તિઓનો છે. એમાંથી કોઇપણ #વિધવા સ્ત્રીઓને બાકાત ન રાખી શકાય. હું માનું ત્યાં સુધી આપણે જૂના રીતિ-રિવાજો, નીતિ-નિયમો, રૂઢિ ચૂસ્તતા, પરંપરાઓ આ બધું એક સાઈડ મૂકવું જોઈએ. #વિધવા સ્ત્રીઓ ઈચ્છે તો પુનઃવિવાહ પણ કરી શકે છે, શણગાર કરી શકે છે..કોઈપણ વ્યક્તિઓની ઇચ્છાઓ પર અને સ્વતંત્રતા પર તરાપ મારવાનો અધિકાર સમાજનો નથી. આજે સમાજની પણ બહોળી નીતિ છે, કોઈપણ વ્યક્તિનું સારું થાય તો પણ વાત કરે છે અને ખરાબ થાય તો પણ વાત કરશે...#વિધવા સ્ત્રીઓએ કોઈપણ વ્યક્તિ ને પોતાની લાચારી બતાવવાની કોઈ જરૂર નથી. કહેવાવાળા લોકો ઘણું બધું કહી ગયા છે પણ આપણો સમાજ જ એને સ્વીકારી શકતો નથી... મને એ તત્વચિંતકો હજી પણ યાદ આવે છે જેમણે સ્ત્રી ફ્રીડમ, સ્ત્રી કેળવણી વિશેની વાત કરી છે જેમાં આદરણીય રવીન્દ્રનાથ ટાગોર સાહેબ, રાજારામ મોહનરાય, સ્વામી દયાનંદ સરસ્વતી, પૂજનીય બાપુ વિગેરે....સમાજને સાચો દાખલો પણ આપ્યો છે...સમાજમાં એવા નરાધમો પણ છે જેઓ આવી અબળા #વિધવા સ્ત્રીઓની એકલતાનો લાભ ઉઠાવી રહયા છે જેના કારણે સ્ત્રી સામેના અપરાધો પણ વધવા લાગ્યાં છે.
#વિધવા