ગંગા નદીનું પાણી પીવા મળે એને લોકો પોતાનું સૌભાગ્ય માને છે. માણસ મૃત્યુ પામે તો મોંમાં ગંગાજળ મુકવામાં આવે છે. ગંગા નદીમાં સ્નાન કરીને પોતાનાં પાપ ધુએ છે. પણ એ જ ગંગા સાથે જેની સરખામણી કરવામાં આવે છે એ ગંગા સ્વરુપ વિધવા જો ઘરનાં કોઈ પણ શુભ કાર્યમાં હાજરી આપે તો અપશુકન થઈ જાય છે. નવજાત શિશુને જો સૌથી પહેલાં જુએ તો બાળક પર મુસીબતો આવે. ઘરમાં કોઈનાં લગ્ન પ્રસંગ દરમિયાન ખરીદી કરવા જાય તો લગ્નમાં અવરોધ આવી જાય. ઘરનાં શુભ પ્રસંગ દરમિયાન આગળની હરોળમાં બેસે તો બધાનાં મોઢા ચઢે. આટલું બધું થવા છતાં પણ બધાએ પોતાને આધુનિક જમાનાના કહેવડાવે છે. આધુનિક માત્ર પહેરવેશ અને રહેણી કરણીથી. બાકી માનસિકતા તો હજુ પણ સદીઓ જૂની જ છે. સ્ત્રીઓની પરિસ્થિતી સુધારવાની જરુર છે.
#વિધવા